Skip to content

સંસ્થાનો પરિચય

લોકતંત્રમાં મીડિયાનું એક  આગવું સ્થાન છે. લોકશાહીના ત્રણ મૂળભૂત સ્તંભો (1) ધારાગૃહો (2) પ્રશાસન અને (3)  ન્યાયપાલિકાની સાથે સાથે મીડિયાને ચોથો સ્તંભ માનવમાં  આવે છે.

           પછી તો અનુભવી પત્રકારોએ સારી એવી મિટિંગો કરી સંસ્થાના સૂચિત બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ચેરિટી કમિશ્નર કચેરી અમદાવાદમાં નોંધણી માટે અરજી કરી. તમામ કાર્યવાહી સંપન્ન થયે સંસ્થાને દિ.16-11-2016 ના રોજ મંડળી તેમજ ચેરિટી કાનૂન હેઠળ નોંધણી માન્ય કરવામાં આવી.

સંસ્થાના ઉદ્દેશ્યો

ગુજરાતનાં અનુસુચિત જાતિઓ અને જનજાતિઓનો સર્વાંગીણ વિકાસ સંસ્થાનું મૂળભૂત ધ્યેય રહેશે.

  1. SC/ST પત્રકારોની એકતા અને એમનામાં રાષ્ટ્રીય ભાવનાને બળવત્તર બનાવવી.
  2. મીડિયા ક્ષેત્રે   SC/ST પત્રકારોનું પ્રતિનિધિત્વ વધે રાષ્ટ્રના જાગતિક ઇસ્યુઓમાં એમનું યોગદાન વધે.
  3. SC/ST પત્રકારોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને એમના માટેની કલ્યાણકારી યોજનાઓનો એમને લાભ મળે એ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા.
  4. SC/ST પત્રકારો વચ્ચે પરસ્પર આદાન પ્રદાન વધે અને પત્રકારિતાના માધ્યમથી તેઓનું સામૂહિક રાષ્ટ્રપ્રદાન વધે એ માટે પ્રયાસો કરે.
  5. SC/ST પત્રકારોના તાલીમ, શિક્ષણ, પ્રશિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ માટે વર્ગો અને શિબિરોનું આયોજન.
  6. અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પત્રકારો દેશ અને દુનિયાના પત્રકારત્વના પ્રવાહોથી રહી શકે એ માટે પ્રતિભાવંત પત્રકારો મહાનુભવોને નિમંત્રિત કરી એમની સૂઝ, કૌશલ્ય અને કાબેલિયતથી આ વર્ગના પત્રકારોને કેળવવાના પ્રયાસો કરવા.
  7. અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પત્રકારોને વિપત્તિના સમયે હૂંફ અને મદદ પૂરી પાડવી. અને સરકારી કલ્યાણકારી યોજનાઓથી એમને લાભન્વિત કરવા ટ્રસ્ટ કાર્યરત રહેશે.
  8. અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના ફ્ક્ત પત્રકારોને જ નહિ, પણ એમના પરિવારોની સુખાકારી માટે ટ્રસ્ટ કાર્યરત રહેશે. રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ અપાવવા ટ્રસ્ટ પ્રયાસો હાથ ધરશે.
  9. અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પત્રકારત્વંના માધ્યમથી જોડાયેલા સભ્યોને મદદરૂપ થઈ આ પત્રકારોને સક્ષમ બનાવવા પ્રયાસો કરશે.
  10.  અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પત્રકારો પ્રવર્તમાન તમામ માધ્યમોનો વ્યાપક ઉપયોગ કરી આપણા સૌ પત્રકારો પોતાના વિચારો વિકટકરી શકે એ માટે ટ્રસ્ટ પ્રયત્નશીલ રહેશે.
  11. પત્રકારત્વની સંસ્થાઓ સ્થાપવી, પત્રકારત્વ દ્વારા સમાજ જાગૃતિનું અભિયન ચલાવવું
  12. અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પત્રકારો એક સાથે મળીને ચર્ચા કરી શકે, કલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરી શકે એ માટે ટ્રસ્ટ રાજય અને જીલ્લા કક્ષાએ પોતાના કાર્યાલયો ઊભાં કરશે.
  13. ઊગતા પત્રકારોને તેમની કારકિર્દી ઘડવા તમામ રીતે સહાયભૂત થવાની કાર્યવાહી
  14. સરકાર અને વહીવટીતંત્રને પત્રકારત્વને લગતા ઉત્તમ સાહિત્યના સર્જનમાં સહાયભૂત થવું અને એ અંગે વિધેયાત્મ્ક રજૂઆતો કરવી.
  15. સરકારશ્રી દ્વારા પત્રકારત્વના વિકાસ માટે યોજાતા પ્રેસ સેમિનારો, નેશનલ પ્રેસ ડે, જેવા કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી નોંધાવવી.
  16.  અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પત્રકારોના કૌશલ્યવર્ધન માટે અલાયદી પત્રકારત્વ લાઈબ્રેરી, એમાં ઉત્તમ સાહિત્ય ‘ઈ’ મટિરિયલ્સ વિગેરેની અધ્યતન સુવિધા
  17. અનુસુચિત જાતિઓ અને જનજાતિઓ દ્વારા આઝાદી જંગમાં અને ત્યાર બાદ પણ પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ થતું રહ્યું છે. SC/ST પત્રકારત્વની ઐતિહાસિક વિગતો એકઠીકરી પત્રકારત્વ ના ઈતિહાસને લોકો સમક્ષ રજૂ કરવાનું યજ્ઞકારી આ ટ્રસ્ટ હાથ ધરશે.
  18.  અનુસુચિત જાતિઓ અને જનજાતિઓની મહિલાઓમાં પડેલી પ્રચંડ સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અને એમને પ્રત્યક્ષ કે પરોક્ષ મીડિયાભિમુખ કરવા આયોજન.
  19.  સંસ્થા કિશોરો કિશોરીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિરોનું આયોજન કરશે.
  20.  અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પરંપરાગત વ્યવસાયોને પ્રોત્સાહિત કરવાની કામગીરી હાથ ધરશે.

અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પત્રકારો ઉન્નત મસ્તકે સ્વાભિમાન થે તેમની ફરજો બજાવે તે માટે સલાહ માર્ગદર્શનની કામગીરી સાથે તેમણે માનસિક કાયદાકીય અને આર્થિક રીતે સહાયરૂપ થવાની કામગીરી પીએન કરશે.